જમ્મુ કશ્મીર પોલીસે ખીણના 6 જિલ્લામાં એક સાથે માર્યા છાપા, 7 શંકાસ્પદ લોકોની ધરપકડ

પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો.

JK-Police
New Update
પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો. ગુપ્ત માહિતી પછી જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્ટ વિંગે ખીણના 6 જિલ્લામાં એકસાથે 10 જગ્યાએ છાપો માર્યો હતો. શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
તેમની પાસેથી 14 મોબાઈલ, લેપટોપ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી.આ તમામ આતંકી સંગઠન ‘તહરીક લબેક યા મુસ્લિમ’ (ટીએલએમ)ના સભ્યો છે. ટીએલએમ એ પાકિસ્તાનતરફી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલું એક જૂથ છે, જેનું સંચાલન પાકિસ્તાનના આતંકવાદી બાબા હમાસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.આ સંગઠનને કાશ્મીરમાં આતંકવાદ માટે યુવાનોની ભરતી કરવાની જવાબદારી મળી છે.
#police #Jammu-Kashmir #simultaneously #suspects
Here are a few more articles:
Read the Next Article