Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લાને ઠાર માર્યા છે.

જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા
X

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લાને ઠાર માર્યા છે. કાશ્મીરના ADGPએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

અગાઉ બુધવારે સવારે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર ડિવિઝન) વિજય કુમારે જણાવ્યું કે, વોન્ટેડ આતંકવાદી લતીફ રાથેર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા હતા.

કુમારે ટ્વીટ કર્યું હતું કે એન્કાઉન્ટરમાં આતંકવાદી લતીફ રાથેર સહિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાના ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આતંકવાદી લતીફ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.

Next Story