ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજ સુધી ચાલુ રહેશે. જેમાં 1.37 કરોડ મતદારોનો સમાવેશ થશે. પ્રથમ તબક્કાની 43 બેઠકોમાંથી 14 બેઠકો કોલ્હાનમાં, 13 બેઠકો દક્ષિણ છોટાનાગપુરમાં, 9 બેઠકો પલામુમાં અને 7 બેઠકો ઉત્તર છોટાનાગપુર વિભાગમાં છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 683 ઉમેદવારો મેદાનમાં છે.
જેમાંથી 43 મહિલા ઉમેદવારો છે. ખાસ વાત એ છે કે રાજ્યની 28 આદિવાસી અનામત બેઠકોમાંથી આ તબક્કામાં 20 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.તે જ તબક્કામાં પૂર્વ સીએમ ચંપાઈ સોરેન સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેન, પૂર્વ સીએમ અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા, મધુ કોડાની પત્ની ગીતા કોડા, રઘુવર દાસની પુત્રવધૂ પૂર્ણિમા સાહુ, મંત્રી મિથિલેશ ઠાકુર, મંત્રી રામેશ્વર ઓરાં, રાંચીના ધારાસભ્ય. સીપી સિંહ અને જેએમએમના રાજ્યસભા સાંસદ મહુઆ માજી ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં 13 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે.