ઝારખંડ: ખેતરમાં તંબુ બાંધીને સુઈ રહેલ વિદેશી મહિલા પર સામુહિક દુષ્કર્મ,પોલીસ થઈ દોડતી

ઝારખંડના દુમકામાં શુક્રવારે મોડીરાત્રે એક સ્પેનિશ મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના કુરમાહાટ વિસ્તારમાં બની હતી

New Update
ઝારખંડ: ખેતરમાં તંબુ બાંધીને સુઈ રહેલ વિદેશી મહિલા પર સામુહિક દુષ્કર્મ,પોલીસ થઈ દોડતી

ઝારખંડના દુમકામાં શુક્રવારે મોડીરાત્રે એક સ્પેનિશ મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના કુરમાહાટ વિસ્તારમાં બની હતી, સ્પેનિશ મહિલા ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. મહિલાની ઉંમર 30 વર્ષની છે.મહિલા દુમકામાં ફરતી હતી. જ્યારે રાત્રે મોડું થયું ત્યારે તેણે તેના પતિ સાથે ખેતરમાં તંબુ નાખ્યો અને આરામ કરવા લાગી. દંપતીએ વિરોધ કરતાં તેમને માર પણ મારવામાં આવ્યો હતો.સામૂહિક દુષ્કર્મમાં કુંજી ગામના 7-8 યુવકની સંડોવણી સામે આવી છે. પોલીસે ચાર લોકોની અટકાયત કરીને આ કેસની તપાસ શરૂ કરી છે.સ્પેનથી આવેલાં પતિ-પત્ની પહેલા પાકિસ્તાન ગયાં હતાં, ત્યાંથી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા પહોંચ્યાં હતાં. મહિલા તેના પતિ સાથે બાઇક પર ફરવા નીકળી હતી. તેઓ દુમકા થઈને ભાગલપુર જઈ રહ્યાં હતાં, પરંતુ જ્યારે રાત પડી ત્યારે તેમણે તંબુ નાખ્યો અને હંસદીહા બજારની પહેલાં એક નિર્જન જગ્યાએ સૂઈ ગયાં. આ દરમિયાન નજીકના કેટલાક યુવકો ત્યાં પહોંચ્યા અને મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું અને મારપીટ કરી.

Latest Stories