Connect Gujarat
દેશ

ઝારખંડ : હેમંત સોરેને સીએમ પદેથી આપ્યું રાજીનામું, EDએ કરી ધરપકડ

ઝારખંડ : હેમંત સોરેને સીએમ પદેથી આપ્યું રાજીનામું, EDએ કરી ધરપકડ
X


ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ થઈ છે. હેમંત સોરેને સીએમ પદેથી રાજીનામું આપી દીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે રાંચીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરી રહી. આ પૂછપરછને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આવાસ અને રાજભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આખા શહેરમાં 2000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને હેમંત સોરેનના પરિવારમાં ચાલી રહેલા ઝઘડા બાદ એક નવું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી ચંપાઈ સોરેનનું નામ સામે આવ્યું છે. ચંપાઈ હાલમાં હેમંત સોરેનની સરકારમાં મંત્રી છે. તેઓ સરાયકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે.

Next Story