એક દેશ, એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની કરાઇ રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

એક દેશ, એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવામાં આવી છે. 31 સભ્યોની JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી જેવા સાંસદોના નામ સામેલ છે.

New Update
સંસદ

એક દેશ, એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવામાં આવી છે. 31 સભ્યોની JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી જેવા સાંસદોના નામ સામેલ છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પી.પી. ચૌધરી કરશે. વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં સ્વીકારવામાં આવ્યું છે. હવે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવી છે.

જેપીસીની ભલામણો મળ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પસાર કરાવવાનો રહેશે. વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ બંધારણ સુધારા બિલ હોવાથી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પસાર કરવા માટે વિશેષ બહુમતીની જરૂર પડશે. કલમ 368(2) હેઠળ બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતી જરૂરી છે. આનો અર્થ એ છે કે આ બિલને દરેક ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા મંજૂર કરવું પડશે.

આ નામો જેપીસીમાં સામેલ છે

  • પીપી ચૌધરી
  • ડો. સીએમ રમેશ 
  • બાંસુરી સ્વરાજ
  • પરષોત્તમ રૂપાલા
  • અનુરાગ સિંહ ઠાકુર
  • વિષ્ણુ દયાલ રામ
  • ભર્ત્રીહરિ મહતાબ
  • ડૉ સંબિત પાત્રા 
  • અનિલ બલુની
  • વિષ્ણુ દત્ત શર્મા
  • પ્રિયંકા ગાંધી વાડ્રા
  • મનીષ તિવારી
  • સુખદેવ ભગત
  • ધર્મેન્દ્ર યાદવ
  • કલ્યાણ બેનર્જી
  • ટીએમ સેલ્વગનપતિ
  • જીએમ હરીશ બાલયોગી
  • સુપ્રિયા સુલે
  • ડો. શ્રીકાંત એકનાથ શિંદે 
  • ચંદન ચૌહાણ
  • બાલશૌરી વલ્લભનેની