જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન,આજે થશે અંતિમ સંસ્કાર

જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન,આજે થશે અંતિમ સંસ્કાર
New Update

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા​​​​​​​. છેલ્લા ત્રણ મહિનાથી નાદુરસ્ત તબિયતના કારણે તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બુધવારે સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે સવારે 11 વાગ્યે ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સીએમ ડો. મોહન યાદવ, પૂર્વ સીએમ કમલનાથ સહિત ઘણા નેતાઓએ માધવી રાજેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.રાજમાતા માધવી રાજે મૂળ નેપાળના હતા. તે નેપાળના રાજવી પરિવારનાં હતાં. તેમના દાદા જુડ શમશેર બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. તેઓ રાણા વંશના વડા પણ હતા. તેમના લગ્ન 1966માં માધવરાવ સિંધિયા સાથે થયા હતા.માધવી રાજેના પતિ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ અવસાન થયું હતું. આ પછી, તેઓ ખૂબ જ ભાંગી પડ્યાં હતાં. પરંતુ પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા અને પુત્રવધૂ પ્રિયદર્શિની રાજે સિંધિયા માર્ગદર્શક રહ્યાં. જ્યોતિરાદિત્ય હંમેશા તેમની માતાની સલાહ લીધા બાદ નિર્ણય લેતા હતા.

#India #ConnectGujarat #Jyotiraditya Scindia #mother #Rajmata Madhavi
Here are a few more articles:
Read the Next Article