Connect Gujarat
દેશ

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રાજ્યના તમામ હિન્દુ મંદિરોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ...

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રાજ્યના તમામ હિન્દુ મંદિરોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ...
X

કર્ણાટકમાંથી મંદિરો સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મંદિરોમાં હવે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેદારનાથ મંદિર બાદ હવે કર્ણાટક સરકારે પણ તમામ હિન્દુ મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેને લઈને આજે આદેશ જાહેર કર્યો છે.

મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગથી અન્ય ભક્તો અને કર્મચારીઓને તકલીફ થાય છે અને કહ્યું કે, તમામ ભક્તોને મંદિરમાં પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરવાના રહેશે. મંદિરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ તમિલનાડૂના મંદિરોમાં પણ છે. ત્યાં પણ આવી રીતના નિયમોનું પાલન થાય છે. આ મુદ્દા પર પહેલા પણ ચર્ચા થઈ ચુકી હતી પણ હવે ઔપચારિક રીતે તેના પર અમલ થઈ રહ્યો છે.

ભક્તો અને કર્મચારીઓને મંદિરોની અંદર ફોન લઈ જવાની પરમિશન નથી. આ નિર્ણય ઉત્તરાખંડમાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ લીધો છે. હવે કેદારનાથ મંદિર પરિસરમાં પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ ફોટો કે વીડિયો લઈ શકશે નહીં. આ મામલામાં મંદિર સમિતિ ઘણા સમયથી વિચારી રહી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story