Connect Gujarat
દેશ

કાશી વિશ્વનાથ ધામને પહેલા જ વર્ષમાં મળ્યું રૂ.100 કરોડનું દાન !PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ

એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે.

કાશી વિશ્વનાથ ધામને પહેલા જ વર્ષમાં મળ્યું રૂ.100 કરોડનું દાન !PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ
X

કાશી વિશ્વનાથ ધામે તેના પહેલા જ વર્ષમાં દાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે.મંદિરના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં ભક્તો પાસેથી મળતું દાન રૂ.100 કરોડ થી પણ વધારે છે.કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન ગયા વર્ષે 13 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પહેલા PM મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. વિશ્વનાથ ધામ ના લોકાર્પણ થી કાશીના પર્યટન, હસ્તશિલ્પ, ખાણીપીણી જેવા નાના વેપારીઓના ધંધામાં તેજી આવી છે.

બે વર્ષના કોરોના સમયગાળા દરમિયાન આ નાના વેપારીઓ વેપાર ધંધાને માઠી અસર પહોંચી હતી. ધામના ઉદ્ઘાટન બાદ જે પરિવર્તન આવ્યું છે તે જૂના શહેરમાં ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે 13 ડિસેમ્બર, 2021 સુધી, દર બે મહિને દક્ષિણ ભારતીય તીર્થયાત્રીઓ બે-ત્રણ જથ્થાને કારણે, કાલભૈરવ મંદિર વિસ્તારમાં જંગંબરીથી બાંસફાટક, જ્ઞાનવાપી થઈને થોડી ભીડ જોવા મળી હતી. કાશીમાં શ્રાવણ મહિનામાં જ શ્રદ્ધાળુંઓનો ઘસારો વધારે રહેતો હતો પણ હવે દરરોજ દેશમાં જુદાં-જુદાં ભાગો માંથી યાત્રાળુઓ અને વિશ્વના પ્રવાસીઓ આવી રહ્યા છે.ધામના ઉદ્ઘાટન થી અત્યાર સુધીમાં 50 કરોડથી વધુનું રોકડ દાન મળ્યું છે. તેમાંથી 40 ટકા ફંડ ઓનલાઈન મળ્યું છે. ભક્તોએ 50 કરોડથી વધુ કિંમત કિંમતી ધાતુ જેમ કે, 60 કિલો સોનું, 10 કિલો ચાંદી અને 1500 કિલો તાંબુ પણ અર્પણ કર્યું છે.

Next Story