New Update
/connect-gujarat/media/post_banners/1448860d4ba0fbb2b132859e4da07454a55635a654d381659d7957efa2696e71.webp)
કાશ્મીર ખીણના શોપિયન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આ અથડામણ શોપિયનના ચોટીગામ વિસ્તારમાં થયું હતું. પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો છે. તેમજ સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્તો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.