કેરળ: વાયનાડમાં ભૂસ્ખલનમાં મોતનો આંકડો 110 ને પાર પહોંચ્યો

દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે

New Update
keral

કેરળના વાયનાડમાં અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ઘટના વચ્ચે યુનિસેફનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં ભારે વરસાદ અને પૂરને લઈને ભયંકર દાવા કરવામાં આવ્યા છે. યુનિસેફનો દાવો છે કે માત્ર દક્ષિણ એશિયામાં જ લગભગ 60 લાખ બાળકો પૂર અને ભારે વરસાદના કારણે જોખમમાં છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર, આ બાળકો અને તેમના પરિવારોએ આ ગંભીર કુદરતી આફતને કારણે કાં તો તેમનો આશ્રય ગુમાવ્યો છે અથવા તેઓ તેમના વિસ્તારોમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુનિસેફ અનુસાર, આ લોકો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં રહે છે. યુનિસેફના જણાવ્યા અનુસાર નેપાળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે, જેમાંથી 35 બાળકો છે. તે જ સમયે નેપાળના 1580 પરિવારો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે.

Latest Stories