જાણો ટ્રમ્પના નવા ટેરિફથી ભારતના ફર્નિચર ઉદ્યોગને કેટલું નુકસાન થશે!

ફાર્માસ્યુટિકલ પર 100 ટકા, ફર્નિચર પર પચાસ ટકા અને હેવી ટ્રક પર બનાવનારી કંપની પર 25 ટકા ટેરિફ મૂક્યો છે, જે પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે.

New Update
202555

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાતના અમુક નવા સેક્ટર પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ફાર્માસ્યુટિકલ પર 100 ટકા, ફર્નિચર પર પચાસ ટકા અને હેવી ટ્રક પર બનાવનારી કંપની પર 25 ટકા ટેરિફ મૂક્યો છે, જે પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. ફાર્માસ્યુટિકલ પર 100 ટકાના ટેરિફથી ભારતીય કંપનીઓને તગડો ફટકો પડશે, કારણ કે ભારતીય કંપનીઓ માટે અમેરિકન ફાર્મા સેક્ટર સૌથી મોટું એક્સપોઝર છે. ટેરિફથી ભારતીય ફાર્મા કંપનીમાં સન ફાર્મા, નેટકો, અરવિંદ, લ્યુપિન અને બોયોકોન જેવી કંપનીને સૌથી મોટું નુકસાન પડી શકે છે, જ્યારે ફર્નિચર સેક્ટર પર ટેરિફ લાદવાને કારણે 10,000 કરોડની ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો ફટકો પડી શકે.

ફાર્મા સેક્ટરની કમર તૂટી શકે છે, પરંતુ તમને ખબર છે કે ભારત અમેરિકામાં મોટા પાયે ફર્નિચરની પણ એક્સપોર્ટ કરે છે. ભારતના કુલ ફર્નિચર નિકાસનું માર્કેટનું કદ 2022-23માં લગભગ પાંચ અબજ ડોલરનું હતું, જ્યારે ગ્લોબલ ફર્નિચર માર્કેટનું અંદાજિત કદ 2023માં 23 અબજ ડોલરનું હતું.

ભારતના ફર્નિચર એક્સપોર્ટ માર્કેટનું 6 ટકાથી વધી રહ્યું છે, જે 2030 સુધીમાં વધીને 43 અબજ ડોલરે પહોંચાવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે. દુનિયામાં ભારત ધીમે ધીમે ફર્નિચર સપ્યાય કરનારું મોટું પ્લેયર બની રહ્યું છે, જેમાં લાકડી, પ્લાસ્ટિક, વાંસ સહિત અન્ય વસ્તુની નિકાસ કરે છે. ભારતનું સૌથી વધુ ફર્નિચર અમેરિકા, ફ્રાન્સ અને નેધરલેન્ડ મોકલવામાં આવે છે, જ્યારે ટ્રમ્પે આ સેક્ટર પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે, જેનાથી ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે.

મીડિયાના અહેવાલ અનુસાર 2024માં ભારતમાં અમેરિકાએ ફર્નિચર/લાઈટિંગ/પ્રિફેબ્રિકેટિંગ બિલ્ડિંગ વગેરે કેટેગરીની નિકાસ 1.14 અબજ ડોલર (10,000 કરોડ રુપિયા)ની સપાટીએ હતી, જ્યારે 2023માં ભારતે ફર્નિચર, બેટિંગ, મેટ્રેસીસ અને કુશન કેટેગરી મળીને કુલ 1.07 અબજ ડોલરના સામાનની સપ્લાય કરી હતી. વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર ભારતે 32.46 કરોડ ડોલરના મૂલ્યનું તો ફક્ત વૂડન ફર્નિચરની એક્સપોર્ટ કરી હતી. ભારતમાંથી નિકલમકલ લિમિટેડ, ગોદરેજ ઈન્ટેરિયો, કેરીસિલ, ફિધરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, શીલા ફોમ (સ્લીપવેલ) સહિત અન્ય કંપની મોટા પાયે નિકાસ કરે છે.

ફર્નિચર પર ટેરિફમાં વધારા પછી ભારતીય વસ્તુઓ અમેરિકામાં વધુ મોંઘી થશે, જેને કારણે ભારતીય કંપનીઓએ નિકાસ માટે નવા દેશો પર નજર દોડાવવી પડશે, જેનાથી ટેરિફનો ભાર ઓછો થશે. ટ્રમ્પના ટેરિફની અસર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ પર અસર જોવા મળી રહી છે. નીલકમલ શેરના ભાવમાં ધબડકો બોલાયો હતો, જે ઈન્ટ્રા ડેમાં એક ટકા તૂટીને 1,500ની આસપાસ રહ્યો હતો, જ્યારે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડ્ક્ટના સ્ટોક 1.54 ટકા તૂટ્યો હતો. એના સિવાય કેરીસિલના શેરમાં સૌથી મોટો કડાકો નોંધાયો હતો. 9.5 ટકા તૂટીને 768 રુપિયાનો ભાવ બોલાયો હતો.

Latest Stories