માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, જાણો ક્યારે દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન ?

એ ઐતિહાસિક દિવસ દૂર નથી જ્યારે ભારતની ધરતી પર પહેલીવાર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈથી અમદાવાદનું અંતર, જે આજે પણ 6થી 7 કલાક લે છે, તે ટૂંક સમયમાં માત્ર 2 કલાકમાં કપાશે.

New Update
bullet train

એ ઐતિહાસિક દિવસ દૂર નથી જ્યારે ભારતની ધરતી પર પહેલીવાર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈથી અમદાવાદનું અંતર, જે આજે પણ 6થી 7 કલાક લે છે, તે ટૂંક સમયમાં માત્ર 2 કલાકમાં કપાશે.

ભારતની પહેલી બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે તેને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો છે. બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેના કારણે મુંબઈથી અમદાવાદનું અંતર 7 કલાકથી ઘટીને માત્ર 2 કલાકમાં કપાશે. રેલવે મંત્રીએ શનિવારે આ સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવવાનો સ્પષ્ટ સંકેત આપ્યા છે.

ભાવનગરથી ઘણી ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવતા, રેલવે મંત્રીએ કહ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે માહિતી આપી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેના સંચાલનની શરૂઆત દૂર નથી.

દેશની પહેલી બુલેટ ટ્રેન 508 કિમીનું અંતર કાપશે, જે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)થી શરૂ થશે અને ગુજરાતના વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદને જોડશે. આ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક હશે.

મુંબઈથી અમદાવાદની મુસાફરી માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂર્ણ થશે, જે આજની ટ્રેન મુસાફરી કરતા ત્રણ ગણી ઝડપી છે. તમને જણાવી દઈએ કે આ બુલેટ ટ્રેન ભારત અને જાપાનના સહયોગથી બનાવવામાં આવી રહી છે અને તેમાં જાપાની ટેકનોલોજી "શિંકાનસેન" નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ફક્ત રેલ પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતના પરિવહન માળખામાં ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે. આ ટ્રેન ફક્ત સમય બચાવશે નહીં, પરંતુ વેપાર, પર્યટન અને રોકાણ માટે નવી તકો પણ ખોલશે. જે રોજગારીની તકો વધારશે અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે.

બુલેટ ટ્રેનની જાહેરાત સાથે રેલવે મંત્રીએ ગુજરાત અને દેશભરમાં ચાલી રહેલા અન્ય રેલ પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે ગુજરાતમાં પોરબંદર-રાજકોટ વચ્ચે એક નવી ટ્રેન શરૂ થશે. પોરબંદરમાં રૂપિયા 135 કરોડના ખર્ચે કોચ મેન્ટેનન્સ સર્વિસ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભાવનગરમાં એક નવું કન્ટેનર ટર્મિનલ અને બે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવવામાં આવી રહ્યા છે.

 

 

 

Bullet Train | first bullet train | Amdavad Bullet Train Trail | Ashvini Vaishnav | Indian Railways 

Latest Stories