/connect-gujarat/media/media_files/2025/01/28/OXfSiVaPNUSVS4Ujvoo0.jpg)
કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં પીડિત મેડિકલ વિદ્યાર્થિનીનાં માતા-પિતા હવે ગુનેગાર સંજય રોયને મૃત્યુદંડની સજા આપવાનો વિરોધ કરી રહ્યાં છે.પીડિતાનાં માતા-પિતાનું પ્રતિનિધિત્વ કરતી વકીલ ગાર્ગી ગોસ્વામીએ સોમવારે કોલકાતા હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ કહી રહ્યા છે કે અમારી દીકરીનો જીવ ગયો, એનો અર્થ એ નથી કે સંજયનો પણ જીવ જાય.20 જાન્યુઆરીના રોજ સિયાલદાહ કોર્ટે સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધી જેલ)ની સજા ફટકારી. એ જ દિવસે માતા-પિતાએ એમ પણ કહ્યું હતું કે તેઓ સેશન્સ કોર્ટના દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવાના નિર્ણયથી સંતુષ્ટ નથી. સેશન્સ કોર્ટમાંથી નિર્ણયની નકલ મળ્યા પછી અમે હાઇકોર્ટમાં જઈશું.બીજી તરફ કોલકાતા હાઈકોર્ટે સોમવારે સીબીઆઈ અને બંગાળ સરકાર દ્વારા ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. બંનેએ ગુનેગાર સંજય માટે મૃત્યુદંડની અપીલ કરી છે.