કચ્છ : અંજારની નંદી શાળામાં વધુ 100 નંદીઓ આશ્રય પામ્યા, નંદીઓની સંખ્યા 750 પર પહોંચી

અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 5 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 750 જેટલાં નંદીની સેવા સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્રારા

New Update
WhatsApp Image 2024-11-26 at 8.16.20 PM

અંજારની નંદિશાળામાં વધુ 100 નંદીઓને આશ્રય અપાયો છે જે નંદીઓને લોકો તિરસ્કારે છે તે નંદીઓને અહીં પ્રેમભાવ અપાય છે.

અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 5 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 750 જેટલાં નંદીની સેવા સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્રારા પરિવારના સભ્યોની જેમ કરવામાં આવે છે. રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળ તો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. ત્યાં હાલ 750 નંદીઓનો નિભાવ કરવામાં આવે છે. 

અહીં ટેકરી પર નંદી મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં દરરોજ પૂજા કરવામાં આવે છે.સવાર સાંજ આરતી પૂજન કરવામાં આવે છે. વૃક્ષોની છાયામાં આ નંદીશાળા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ નંદીશાળામાં દર વર્ષે સુવિધામાં વધારો થતો જોવા મળે છે. અહીં ગાયોના ઘાસચારા માટે વિશાળ સેડ ઉપલબ્ધ છે.અહીં નંદીઓને તહેવારોમાં લાપસી,લાડુ પીરસવામાં આવે છે.દરરોજ સેડમાં ગંદકી ન થાય તે માટે સફાઈ નિયમિત થાય છે.અહીં નંદીઓ મસ્ત મને રહે તે માટે સંગીતની સુરાવલી સાંભળી શકાય છે.તાજેતરમાં અંજાર શહેરમાં રખડતાં ભટકતા 100 નંદીઓને આશ્રય આપવામાં આવ્યો હતો.અંજારની નંદિશાળા સાચા અર્થમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

Latest Stories