પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા લડશે ચૂંટણી

New Update
પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા લડશે ચૂંટણી

પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ- કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. આ બેઠક પર ભાજપે તેની પ્રથમ યાદીમાં જ મનસુખ માંડવિયાનું નામ જાહેર કર્યુ છે. જ્યારે આજે દિલ્હીમાં ચાલી રહેલી કોંગ્રેસ CECની બેઠકમાંથી લલિત વસોયા પર હાઈકમાન્ડનો ફોન ગયો છે અને પોરબંદરથી બેઠક પરથી ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠક પર ચૂંટણી લડાવવા માટે પસંદ કર્યા છે.લલિત વસોયા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોરાજીથી જીત્યા હતા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જે બાદ જયેશ રાદડિયા સાથેના તેમના સંબંધોને કારણે અનેકવાર તેઓ ભાજપના જોડાઈ રહ્યા છે તેવી પણ ચર્ચાઓ સામે આવી હતી. રામ મંદિર મુદ્દે પણ તેમણે પાર્ટીના નિર્ણયનો અનાદર કરતા જોવા મળ્યા હતા. એ બાદ એવુ સ્પષ્ટ લાગતુ હતુ કે તેઓ ભાજપનાં જોડાઈ જશે. જો કે તેમણે ખુદ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે તેઓ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે.

Read the Next Article

અમરનાથ યાત્રા શરૂ, બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે. બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા.

New Update
ytra

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.

બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પવિત્ર અમરનાથ ગુફા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુ મનીષા રામોલાએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું... વ્યવસ્થા ખરેખર સારી છે. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. આ આપણી સલામતી માટે છે... કાશ્મીર આવવાનો અમારો હેતુ પ્રવાસ નથી પણ આ એક યાત્રા છે. અમારું ધ્યાન ફક્ત આ યાત્રા પર છે. હું મારા દેશ માટે પ્રાર્થના કરું છું કે દરેક સ્વસ્થ અને ખુશ રહે."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા બેચનો ભાગ રહેલા અન્ય એક યાત્રાળુએ કહ્યું, "અમે પહેલા બેચમાં (પહલગામથી) બાબા અમરનાથની યાત્રા પર છીએ. અમને આતંકવાદનો કોઈ ડર નથી અને અમે અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું. સુવિધાઓ ઉત્તમ છે. અમે અમરનાથ શ્રાઇન બોર્ડના આભારી છીએ."

અમરનાથ યાત્રા અંગે, કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું, "આ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી. સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ, દરેક સેવા પ્રદાતા તેમાં સામેલ છે. યાત્રાળુઓમાં ઉત્સાહ અજોડ છે. હું પ્રાર્થના કરું છું કે દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથમાં સામેલ કવિતા સૈની નામની યાત્રાળુએ કહ્યું, "હું પહેલી વાર અમરનાથ યાત્રા પર આવી છું. અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને અહીંથી મેડિકલ સર્ટિફિકેટ અને નોંધણી મળી. બધાએ અમને ખૂબ મદદ કરી. દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસે અમને ખૂબ મદદ કરી... હું પ્રાર્થના કરીશ કે આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે અને તાજેતરમાં જે બન્યું તે ફરી ન બને."

Latest Stories