પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ- કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. આ બેઠક પર ભાજપે તેની પ્રથમ યાદીમાં જ મનસુખ માંડવિયાનું નામ જાહેર કર્યુ છે. જ્યારે આજે દિલ્હીમાં ચાલી રહેલી કોંગ્રેસ CECની બેઠકમાંથી લલિત વસોયા પર હાઈકમાન્ડનો ફોન ગયો છે અને પોરબંદરથી બેઠક પરથી ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠક પર ચૂંટણી લડાવવા માટે પસંદ કર્યા છે.લલિત વસોયા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોરાજીથી જીત્યા હતા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જે બાદ જયેશ રાદડિયા સાથેના તેમના સંબંધોને કારણે અનેકવાર તેઓ ભાજપના જોડાઈ રહ્યા છે તેવી પણ ચર્ચાઓ સામે આવી હતી. રામ મંદિર મુદ્દે પણ તેમણે પાર્ટીના નિર્ણયનો અનાદર કરતા જોવા મળ્યા હતા. એ બાદ એવુ સ્પષ્ટ લાગતુ હતુ કે તેઓ ભાજપનાં જોડાઈ જશે. જો કે તેમણે ખુદ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે તેઓ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે.