કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી ભારે તબાહી,200થી વધુના મોત

કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 205 લોકોના મોત

કેરળના વાયનાડ
New Update

કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 205 લોકોના મોત થયા છે, જ્યારે 128 લોકો ઘાયલ છે. સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને બુધવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે, અત્યાર સુધીમાં 144 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 79 પુરુષો અને 64 મહિલાઓનો સમાવેશ થાય છે. જો કે, 191 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોની સલામતી અંગે ભય વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 1592 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, આવનારા કલાકોમાં ઘણા વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તેવી અપેક્ષા છે. તે જ સમયે, ભૂસ્ખલનમાં ફસાયેલા 1386 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સાત કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. 201 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 91ની સારવાર ચાલી રહી છે.  

 

#કેરળ #ભૂસ્ખલન
Here are a few more articles:
Read the Next Article