દારૂ નીતિ કૌભાંડ: આજે ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ,MPના સિંગરોલીમાં સભા કરશે

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય.

New Update
દારૂ નીતિ કૌભાંડ: આજે ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ,MPના સિંગરોલીમાં સભા કરશે

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલી માં હાજરી આપવાના છે.EDએ કેજરીવાલને 30 ઓક્ટોબરે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. આ અંગે આજે સવારે 9 વાગે કેજરીવાલે EDને જવાબ મોકલીને કહ્યું હતું કે આ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છેકેજરીવાલે કહ્યું કે આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી તેમને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જતા રોકી શકાય.EDએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ. કેજરીવાલ પૂછપરછ માટે જવાની સંભાવના વચ્ચે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ તેમના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા. કેજરીવાલ પણ 10 વાગે રાજઘાટ જાય તેવી શક્યતા હતી. જેને લઈને રાજઘાટ પર પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવી હતી.

Latest Stories