New Update
/connect-gujarat/media/media_files/2025/01/16/YGKNd7brqiwwsweLHLsM.jpg)
ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય સક્સેનાએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.EDને આ મંજૂરી લેવી પડી, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવવા માટે આવું કરવું પડશે. EDએ ગયા વર્ષે પીએમએલએ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એમાં કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.EDને આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે.દિલ્હીના એલજી વીકે સક્સેનાએ શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લિકર પોલિસી મામલે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. 5 ડિસેમ્બરે EDએ કેજરીવાલ સામે ટ્રાયલ ચલાવવા માટે LG પાસે પરવાનગી માગી હતી.
Latest Stories