Connect Gujarat
દેશ

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની કરશે જાહેરાત

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની કરશે જાહેરાત
X

આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કર્યા પછી, કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ મહારાષ્ટ્રની 11 બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામ પણ ફાઈનલ કરી દીધા છે. જો કે, પાર્ટીએ હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી આજે જાહેર થઈ શકે છે. ત્રીજી યાદીમાં લગભગ 50 નામ હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને ભંડારા ગોંદિયાથી ચૂંટણી લડવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પટોલેએ હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. પાર્ટીએ પણ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી એક-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

Next Story