Connect Gujarat
દેશ

લોકસભા ચૂંટણી: આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, 88 બેઠકો પર જામશે જંગ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 88 બેઠકો પર ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થયો. આ બેઠકો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં છે

લોકસભા ચૂંટણી: આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, 88 બેઠકો પર જામશે જંગ
X

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 88 બેઠકો પર ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થયો. આ બેઠકો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે.બીજી તરફ, હવે એ નક્કી થઈ ગયું છે કે અખિલેશ યાદવ યુપીના કન્નૌજથી ચૂંટણી લડશે. તેઓ ગુરુવારે બપોરે ઉમેદવારી નોંધાવશે. અખિલેશે 2 દિવસ પહેલા આ સીટ પરથી ભત્રીજા તેજ પ્રતાપને ટિકિટ આપી હતી. તેજ પ્રતાપને લઈને સ્થાનિક નેતાઓમાં ભારે વિરોધ થયો હતો. તેને જોતા અને સીટ બચાવવા માટે અખિલેશે પોતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ હજુ આની જાહેરાત કરી નથી.

Next Story