મધ્યપ્રદેશ: ચંદિયા ફોરેસ્ટ રેન્જમાં હાથીઓએ 3 લોકોને કચડી નાખ્યા, હાથીઓને પકડવા રેસ્ક્યુ ઓપરેશન

MPના ઉમરિયાના બાંધવગઢ ટાઈગર રિઝર્વના ચંદિયા ફોરેસ્ટ રેન્જમાં હાથીઓએ 3 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા. એક યુવક ઘાયલ થયો છે.

New Update
14hati
Advertisment

MPના ઉમરિયાના બાંધવગઢ ટાઈગર રિઝર્વના ચંદિયા ફોરેસ્ટ રેન્જમાં હાથીઓએ 3 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા. એક યુવક ઘાયલ થયો છે. આ ઘટના શનિવારે સવારે NH-43 નજીક આવેલા દેવરા ગામમાં બની હતી. આ ગામ સલખાણીયા ગામથી માત્ર 4 કિલોમીટર દૂર છે, જ્યાં છેલ્લા 3 દિવસમાં 10 હાથીઓના મોત થયા છે.મળતી માહિતી મુજબ, સવારે લગભગ 8 વાગે 3 હાથી ગામમાં ઘૂસ્યા હતા.

Advertisment

હાથીઓ દેખાતા જ લોકોમાં ભય ફેલાયો હતો. નદી કિનારે ગયેલા રતન યાદવ (62)ને હાથીએ કચડ્યા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ બગદરી તલૈયા પાસે, ભૈરવ કોલ (35) ને પણ હાથીએ કચડી નાખતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. વનવિભાગના કર્મચારીઓ લોકોને જંગલમાં ન જવા અપીલ કરી રહ્યા છે.હાથીઓએ ચંદિયા કોલેજ પાસે બે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રામીણ માલુ સાહુ ખેતરમાં ડાંગર વાઢતી વખતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા જ વન વિભાગ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાથીઓની હિલચાલ બાદ ગ્રામજનો ભયભીત છે. વન વિભાગની ટીમ હાથીઓને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો કરી રહી છે.

Latest Stories