Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ : કુનો નેશનલ પાર્કમાં 8માં ચિત્તાનું મોત, નામીબિયાથી લાવેલો સૂરજ આથમ્યો.!

મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો ગોજારો સિલસિલો અટકવાનું નામ લેતો નથી!

મધ્યપ્રદેશ :  કુનો નેશનલ પાર્કમાં 8માં ચિત્તાનું મોત, નામીબિયાથી લાવેલો સૂરજ આથમ્યો.!
X

આવી સ્થિતિ વચ્ચે કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનો સુરજ આથમી જતા નિષ્ણાંતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.

ચિંતાજનક બાબત એ પણ છે કે આ પાર્કમાં અત્યાર સુધીમાં પાંચ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ થયા છે. પરિણામે હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. જેને લઈને પાર્કની વ્યવસ્થા અને કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે.

અત્રે નોંધનીય છે કે બે દિવસ અગાઉ પાર્કમાં તેજસ નામનો ચિત્તો મોતને શરણ થયો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે તેજસ નામના આ ચિતા અને સુરજ વચ્ચે અગાઉ લડાઈ થઇ હતી. આ લડાઈમાં તેજસની ગરદન પર ઊંડા ઘા લાગ્યા હતા.

તો સુરત પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમાં તેમનું મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો વધુ એક અગ્નિ નામના ચિત્તાને પણ પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story