મહારાષ્ટ્ર: અકોલામાં તોફાની પવન-વરસાદને કારણે 7 લોકોના મોત, લીમડાનું વૃક્ષ ધરાશયી થતા સર્જાય દુર્ઘટના

New Update
મહારાષ્ટ્ર: અકોલામાં તોફાની પવન-વરસાદને કારણે 7 લોકોના મોત, લીમડાનું વૃક્ષ ધરાશયી થતા સર્જાય દુર્ઘટના

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે શેડ ધરાશાયી થયો હતો. આ પછી શેડમાં હાજર 7 લોકોના કરુણ મોત થયા હતા. આ તરફ 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વરસાદ અને વાવાઝોડા દરમિયાન શેડ નીચે કુલ 30 થી 40 લોકો હાજર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના ત્રણ મોત હોસ્પિટલમાં થયા છે. આ તરફ ઘાયલોને અકોલા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.અકોલા જિલ્લાના તોફાની પવન અને વરસાદને કારણે બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. આ ઘટના બની ત્યારે શેડ નીચે 30થી 40 લોકો હાજર હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ અને કાટમાળ હટાવવા માટે જેસીબી પણ બોલાવવામાં આવી હતી.

Latest Stories