મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં વિસ્ફોટ થયો છે. નાગપુરના ધામના વિસ્તારમાં આવેલી ચામુંડા ગનપાઉડર કંપનીમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે આ ઘટના અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બપોરે 1 વાગ્યાની આસપાસ થયો જ્યારે કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સંબંધમાં વિગતવાર માહિતી હજુ સુધી મળી નથી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટક વિભાગની એક ટીમ અહીં છે અને વધુ તપાસ ચાલી રહી છે.