મહારાષ્ટ્ર સરકાર શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયાનું રિફંડ આપી શકે છે !  વાંચો શું છે મામલો

મહારાષ્ટ્ર સરકાર શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયાનું રિફંડ આપી શકે છે. શાહરુખ ખાનને તેના બંગલા મન્નતની જમીનની માલિકીની ફીમાં ભૂલને કારણે રિફંડ

New Update
sharukh

મહારાષ્ટ્ર સરકાર શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયાનું રિફંડ આપી શકે છે. શાહરુખ ખાનને તેના બંગલા મન્નતની જમીનની માલિકીની ફીમાં ભૂલને કારણે રિફંડ મળવાના સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને તેની પત્ની ગૌરી ખાને વર્ષ 2001માં આ બંગલો ખરીદ્યો હતો. મન્નત પહેલા 'વિલા વિયેના' તરીકે જાણીતું હતું.શાહરુખ ખાને વર્ષ 2022માં અરજી કરી હતી કે તેણે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને બંગલાની જમીન માટે વધુ પૈસા ચૂકવ્યા છે. જેના કારણે હવે સમાચાર સામે આવ્યા છે કે બે વર્ષ બાદ મહારાષ્ટ્ર સરકાર એક્ટરની અરજી મંજૂર કરી શકે છે.

Advertisment

જો મંજૂરી મળે તો શાહરુખ ખાનને રિફંડ તરીકે લગભગ 9 કરોડ રૂપિયા મળી શકે છે.શાહરુખ ખાન અને ગૌરી ખાનનો બંગલો બાંદ્રાના મન્નત બેન્ડ સ્ટેન્ડમાં છે. પહેલા આ જમીન કોઈ બીજાની માલિકીની હતી, બાદમાં તેણે આ જમીન શાહરુખ ખાનને વેચી દીધી. 2 હજાર 446 ચોરસ મીટરમાં ફેલાયેલી પ્રોપર્ટી શાહરુખ અને ગૌરી ખાનના નામે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. જમીન ખરીદ્યા બાદ શાહરુખ ખાન અને તેની પત્નીએ રાજ્ય સરકારની નીતિનો લાભ લેવાનું નક્કી કર્યું. આ નીતિ લીઝ્ડ પ્રોપર્ટીને સંપૂર્ણ માલિકીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. રાજ્યની નીતિ મુજબ, બંનેએ માર્ચ 2019માં કિંમતના 25 ટકા ચૂકવ્યા હતા, જે આશરે રૂ. 27.50 કરોડ હતા.

Latest Stories