Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રની નાંદેડ હોસ્પિટલ 12 બાળકો સહિત 24 લોકોના મોતથી ખળભળાટ

મહારાષ્ટ્રની નાંદેડ હોસ્પિટલ 12 બાળકો સહિત 24 લોકોના મોતથી ખળભળાટ
X

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત બાળકો સહિત ઘણા લોકોના મોત થયા છે. હોસ્પિટલના ડીને તેની પાછળનું કારણ દવાઓ અને મેડિકલ સ્ટાફની અછતને ગણાવ્યું છે. ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજના ડીનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં થયેલા 24 મૃત્યુમાંથી 12 વિવિધ રોગોના કારણે થયા છે અને મોટા ભાગના મૃત્યુ સાપ કરડવાથી થયા છે.

એનડીટીવી અનુસાર, ડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં છ મેલ અને છ ફિમેલ બાળકોના મોત થયા છે. 12 કિશોરોએ પણ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે ઘણા સ્ટાફના ટ્રાન્સફરને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અહીં દૂર-દૂરથી દર્દીઓ આવે છે. થોડા દિવસોથી અહીં દર્દીઓની સંખ્યા વધી છે અને બજેટની સમસ્યા ઉભી થઈ છે. ડીને જણાવ્યું કે અહીં એક હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટ છે. અમારે તેમની પાસેથી દવાઓ ખરીદવી હતી પરંતુ તે થઈ શક્યું નહીં. પરંતુ અમે સ્થાનિક રીતે દવા ખરીદી અને દર્દીઓને આપી.

Next Story