/connect-gujarat/media/media_files/2025/01/12/vXLi6b8ZupLwty4TNtgU.jpg)
ઉત્તરાખંડથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પૌરી ગઢવાલ જિલ્લામાં એક બસ પલટીને 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પૌડીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફ જતા માર્ગ પર થઈ હતી, જ્યાં બસ કાબૂ બહાર ગઈ હતી અને 100 મીટર નીચે ખાડામાં પડી હતી. અકસ્માતની માહિતી મળતાં જ SDRF અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
એક અહેવાલ મુજબ બસમાં કુલ 22 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસ પૌડીથી દહલચોરી તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પૌરી પોલીસ અને સ્થાનિક લોકોએ સ્થળ પર બચાવ કાર્ય શરૂ કર્યું અને કુલ 18 ઘાયલ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.