/connect-gujarat/media/media_files/2025/12/08/naxali-2025-12-08-16-13-02.jpg)
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢને જોડતા એમએમસી ઝોનમાં સુરક્ષા દળોને નક્સલવાદ વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે.
લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો ગણાતા અને એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલ નેતા રામધર માજી સહિત 12 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના ખૈરાગઢ–છુઇખદન–ગંડાઈ જિલ્લામાં આવેલા બકરકટ્ટા પોલીસ સ્ટેશનમાં આ આત્મસમર્પણ થયું, જ્યાં રામધર માજી તથા તેના ડિવિઝનલ કમિટીના સાથીઓએ એકે-47 સહિતના હથિયારો નીચે મૂકી દીધા. નક્સલવાદના સૌથી સક્રિય ઝોનમાં ગણાતા આ વિસ્તારમાં એટલા મોટા જૂથનું સમર્પણ થવું સુરક્ષા એજન્સીઓ માટે એક વ્યૂહાત્મક જીત ગણાય છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં થયેલા આ આત્મસમર્પણમાં રામસિંહ દાદા, સુકેશ પોટ્ટમ, લક્ષ્મી, શીલા, યોગીતા, કવિતા અને સાગર જેવા સક્રિય નક્સલવાદીઓનો પણ સમાવેશ થાય છે. વિભાગીય સમિતિના મહત્વના સભ્યો લલિતા અને ડીવીસીએમ જાનકીએ પણ હથિયાર સોંપીને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો નિર્ણય લીધો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ આત્મસમર્પણથી એમએમસી ઝોનમાં કાર્યરત નક્સલી નેટવર્કને ગંભીર ફટકો પડ્યો છે, કારણ કે રામધર માજી જેવી મોટી કક્ષાનો સુકાની સમર્પિત થવાથી નક્સલવાદી સંગઠનોની અંદરલી દિશા અને માળખા પર સીધી અસર થશે. સુરક્ષા દળો માને છે કે આવનારા સમયમાં આ સફળતા વિસ્તારમાં શાંતિ અને વિકાસને વધુ ગતિ આપશે.
રામધર મજજી સાથે હથિયારો સોંપનારા લોકોમાં રામસિંહ દાદા, સુકેશ પોટ્ટમ, લક્ષ્મી, શીલા, યોગીતા, કવિતા અને સાગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિભાગીય સમિતિના સભ્ય લલિતા અને ડીવીસીએમ જાનકીએ પણ આત્મસમર્પણ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણથી આ વિસ્તારના માઓવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.