માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન

સીતારામ યેચુરીને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 19મી ઓગસ્ટના રોજ છાતીમાં ઈન્ફેક્શન બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Sitaram Yechury passed away
New Update

માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી CPI-Mના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 19મી ઓગસ્ટના રોજ છાતીમાં ઈન્ફેક્શન બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સીતારામ યેચુરી વર્ષ 1975માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્કસવાદીના સભ્ય બન્યા હતા. તેમને 1984માં CPI(M)ની સેન્ટ્રલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ 2015માં પાર્ટીના મહાસચિવ બન્યા.અને તેઓ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

તેમને ડાબેરી રાજકારણનો એક અગ્રણી ચહેરો માનવામાં આવે છે.AIIMSમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.તેઓના નિધનના પગલે રાજકીય ક્ષેત્રે શોકની કાલિમા છવાઈ  ગઈ હતી. 

#RIP Sitaram #Sitaram Yechury #Marxist Communist Party #Rest in Peace #નિધન
Here are a few more articles:
Read the Next Article