/connect-gujarat/media/post_banners/9d941e916153f41ab197269cf3c1f8ee2821816beeaa10fd6949ad44859c287d.webp)
સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ રહેલો છે, સ્વચ્છતા બધે જ જરૂરી અને આવશ્યક છે. જેવી રીતે આ૫ણે આ૫ણું શરીર સુંદર રાખીએ છીએ તેવી જ રીતે જો આ૫ણા શહેર અને ઘર નજીકના જાહેર સ્થળો ૫ણ સ્વચ્છ અને સુઘડ રાખીવી એ આપડી જવાબદારી છે. ત્યારે શહેરી જનોને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવાના પ્રયાસના ભાગરૂપે રાજ્ય સરકારના સ્વચ્છતા ઉત્સવ 2023 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના પટાંગથી રેલવે સ્ટેશન સુધી એક મસાલા રેલીની આયોજન ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રેલી ભરૂચ નગરપાલિકાથી સ્ટેશન સર્કલ નીકળી સ્વચ્છતા અંગે જન જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ઉપપ્રમુખ નિનાબા યાદવ ,વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતી.