તુર્કીની હોટેલમાં ભીષણ આગ ફાટી નિકળી,66 લોકોના નિપજ્યા મોત

તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં લાગેલી આગમાં 66 લોકોના મોત થયા હતા. આગથી ગભરાઈને ઘણા લોકોએ 11મા માળેથી કૂદી પડ્યા.

New Update
turkyi
મંગળવારે તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં લાગેલી આગમાં 66 લોકોના મોત થયા હતા. આગથી ગભરાઈને ઘણા લોકોએ 11મા માળેથી કૂદી પડ્યા. આના કારણે ઘણા ઘાયલ થયા અને ઘણા મૃત્યુ પામ્યા.આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોટલમાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 3:30 વાગ્યે (ભારતીય સમય મુજબ મંગળવાર સવારે 6 વાગ્યે) આગ લાગી હતી. આગે 11 માળની ઇમારતને જપેટમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ટર્કિશ અખબાર ડેઇલી સબાહ અનુસાર, કાર્તલકાયા સ્કી રિસોર્ટ એક ખડક પર સ્થિત છે. આ કારણે ફાયર બ્રિગેડના વાહનોને ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને રાહત કાર્યમાં વિલંબ થયો.
Advertisment
Latest Stories