કુદરતનું ચમત્કારીક સ્વરૂપ:આશ્ચર્ય સાથે વિચારવા મજબૂર કરે તેવો પ્રશ્ન..? નારિયેળમાં પાણી કોણે ભર્યું?

કુદરતે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે ચમત્કારથી ઓછી નથી.ઘણીવાર કોઈને આશ્ચર્ય થાય છે કે ભગવાન આ વસ્તુઓ બનાવવામાં કેવી રીતે સફળ થયા હશે.

New Update
coco

કુદરતે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે ચમત્કારથી ઓછી નથી.ઘણીવાર કોઈને આશ્ચર્ય થાય છે કે ભગવાન આ વસ્તુઓ બનાવવામાં કેવી રીતે સફળ થયા હશે. ઘણી વસ્તુઓ એટલી સ્વાભાવિક લાગે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.નારિયેળ પાણીએ ખુબ જ સામાન્ય બાબત છે.દરેક વ્યક્તિએ ઘણી વાર નારિયેળ પાણી પીધું હશે.પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે નારિયેળની અંદર પાણી કેવી રીતે ભરાય છે?

નારિયેળનું ઝાડ કેટલા ફૂટ ઉંચુ છે.કેટલાક વૃક્ષો 100 ફૂટ સુધી ઉંચા હોય છે.આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે આ વૃક્ષના ઉપરના ભાગમાં ઉગતા ફળોની અંદર પાણી કેવી રીતે જાય છેઘણા લોકો માને છે કે આ ફળો વરસાદનું પાણી શોષી લે છે.જોકે એવું નથી.આજે અમે તમને જણાવીશું કે આ ફળમાં ખરેખર પાણીથી કેવી રીતે ભરાઈ જાય છે.

નારિયેળમાં અંદર પાણી કેવી રીતે આવ્યું?

નારિયેળ પાણીનો સ્વાદ ખુબ જ સારો અને મીઠો હોય છે.એટલું જ નહીં,તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે,પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની અંદર પાણી કેવી રીતે આવ્યુંતમને જણાવી દઈએ કે નારિયેળના ઝાડ પોતાના મૂળ દ્વારા પોતાની અંદર પાણી ખેંચે છે,આ પ્રક્રિયાને ઓસ્મોસિસ કહેવામાં આવે છે.તેના દ્વારા નારિયેળના ઝાડના દરેક ભાગમાં પાણી પહોંચે છે.આ પાણી એન્ડોસ્પર્મ પ્રક્રિયા દ્વારા નારિયેળની અંદર જાય છેઆમાનું થોડું પાણી નારિયેળ ઉપર મલાઈ જેવું બને છે.અને તે નારિયેળ બની જાય છે.બાકીનો ભાગ માત્ર પાણી જ રહે છે.આ નાળિયેર પાણી બનાવે છે.આ પાણી માનવ શરીર માટે અમૃત સમાન છે.

Latest Stories