મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ સંસદમાં રજૂ, મધ્યમ વર્ગને ટેક્સમાં આપી આ રાહત !

હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

New Update
Budget 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા આવકવેરા પ્રણાલીમાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી છે. આ સાથે સામાન્ય માણસની ટેક્સ ફ્રી આવક 7.75 લાખ રૂપિયા થઈ જશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે.

હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે.

જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

Latest Stories