મોદી સરકાર 3માં ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ? વાંચો શું છે આયોજન

દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર ‘મોદી 3.0’ની રચના કરવામાં આવી છે.

New Update
Hardeep

દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર ‘મોદી 3.0’ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત 72 મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે.

હરદીપ સિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે, આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી. GST સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ GST કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.

Latest Stories