Connect Gujarat
દેશ

દિવાળી પર મોદી સરકાર કરશે નોકરીઓનો વરસાદ, 10 લાખ સરકારી પદ ભરવામાં આવશે

દેશમાં આ વખતે દિવાળી રોજગારવાળી રહેવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ધનતેરસના શુભ અવસર પર નોકરીઓ અને રોજગારની ભેટ આપવા જઈ રહ્યા

દિવાળી પર મોદી સરકાર કરશે નોકરીઓનો વરસાદ, 10 લાખ સરકારી પદ ભરવામાં આવશે
X

દેશમાં આ વખતે દિવાળી રોજગારવાળી રહેવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ધનતેરસના શુભ અવસર પર નોકરીઓ અને રોજગારની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે 10 લાખ નોકરીઓ માટે નિયુક્તિ અભિયાનની શરુઆત કરશે. આ અભિયાનને રોજગાર મેળો નામ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75,000 નવનિયુક્તિ યુવાનોને ઓફર લેટર એટલે કે નિમણૂંક પત્ર સોંપશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ વર્ચૂઅલ હશે અને પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી યુવાનોને સંબોધન કરશે.પીએમઓ કાર્યાલયે જાણકારી આપી છે, તે મુજબ યુવાનો માટે રોજગારના અવસર આપવા અને નાગરિકોના કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા પુરી કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે જૂન મહિનામાં સરકારના અલગ અલગ મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપ્યા હતા કે, તે મિશન મોડમાં 10 લાખ પદ પર ભરતી કરે. તમામ સરકારી વિભાગ અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા બાદ પ્રધાનમંત્રીએ આ નિર્દેશ આપ્યા હતા.પીએમઓએ કહ્યું કે, પ્રધાનમંત્રીના નિર્દેશે અનુસાર, તમામ મંત્રાલયો તથા વિભાગ સ્વિકૃત પદોના ખાલી જગ્યાને ભરવાની દિશામાં મિશન મોડમાં કામ કરી રહ્યા છે. દેશભરમાં પસંદગી પામેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં નિયુક્ત કરવામાં આશે. નવનિયુક્ત કર્મચારી અલગ અલગ સ્તર પર સરકારમાં સામેલ થશે.પીએમઓએ કહ્યું છે કે, જે પદ પર નિમણૂંક કરવામાં આવી રહી છે. તેમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ, ઉપ નિરીક્ષક કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ નિરીક્ષક, એમટીએસ તથા અન્ય સામેલ છે. જ્યારે આ નિમણૂંક મંત્રાલયો તથા વિભાગો દ્વારા ખુદ અથવા નિમણૂંક એજન્સીઓના માધ્યમથી મિશન મોડમાં કરવામાં આવશે. આ એજન્સીઓમાં સંઘ લોકસેવા આયોગ, સ્ટાફ સિલેક્શન અને રેલવે ભરતી બોર્ડ સામેલ છે.

Next Story