મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, 8મીએ શપથની શક્યતા

મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે.

PM modi resign

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું.

New Update

પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી. મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગ્યે મળી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપ્રત કર્યું.

મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે.

ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.

#PM Modi #PM Modi Resign #Modi Sarkar #Modi 3.0
Here are a few more articles:
Read the Next Article