Connect Gujarat
દેશ

મુકેશ અંબાણી બન્યા નાના, પુત્રી ઈશાએ ટ્વિન્સને આપ્યો જન્મ

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

મુકેશ અંબાણી બન્યા નાના, પુત્રી ઈશાએ ટ્વિન્સને આપ્યો જન્મ
X

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ઈશા અંબાણીએ આજે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જે બંને સ્વસ્થ છે આ બાળકોના નામ પણ રાખવામાં આવ્યા છે જોડિયા બાળકોમાં છોકરીનું નામ આડિયા અને છોકરાનું નામ કૃષ્ણા છે.

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેણે યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પછી મેકેન્ઝી એન્ડ કંપનીમાં કામ કર્યું. હાલમાં, તેઓ 2014 થી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર છે. ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.

Next Story