બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે

New Update
બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે અને માથું ટેકાવે છે, ત્યારે આજે મુકેશ અંબાણી બદ્રીનાથ ધામ પહોચ્યા હતા, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મુકેશ અંબાની સહિત તેની પુરવધૂ રાધિકા પણ જોવા મળી હતી. ભગવાન બદરી વિશાલના દર્શન કરી ધન્યતા અનુભવિ હતી. આ સિવાય મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. આ પ્રસંગે તેમણે બદ્રીનાથ- કેદારનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે આ રકમ ચેક દ્વારા મંદિર સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયને આપી હતી. આ પ્રસંગે મંદિર સમિતિના ઉપપ્રમુખ કિશોર પંવાર પણ હજાર રહ્યા હતા. હાલમાં બદરીનાથ કેદારનાથ ધામમાં VIP લોકોની અવરજવર રહે છે. હમણાં થોડા દિવસો પહેલા જ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના બદ્રિનાથ ધામ પહોચ્યા હતા. જ્યાં તેમણે બદ્રી વિશાલના દર્શન ધન્યતા અનુભવી હતી.

Latest Stories