/connect-gujarat/media/media_files/2025/09/20/tunnle-2025-09-20-16-51-14.jpg)
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ અંતર્ગત મુંબઈમાં બુલેટ ટ્રેન માટે 21 કિમી લાંબી ટનલમાંથી આશરે 5 કિલોમીટરનું ખોદકામ આજે પૂર્ણ થયું છે. આની સાથે ઘનસોલીથી શિલ્ફાટા સુધીની ટનલનું કામ પૂર્ણ થયું છે.
ટનલની કુલ લંબાઈ 21 કિલોમીટરની છે. જેમાંથી 4.88 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે 7 કિલોમીટરની ટનલ સમુદ્રની નીચે (થાણે ક્રીક) બનાવવામાં આવશે.
આ ટનલ ત્રણ તરફથી ખોદવામાં આવી હતી. એક NATM (બોરિંગ મશીન) ઘનસૌલી (1.5 કિમી), બીજી શિલ્ફાટા (1.8 કિમી) અને ત્રીજી બીચ (1.4 કિમી) થી ચલાવવામાં આવી હતી. આ કાર્ય વર્ષ 2024 માં શરૂ થયું હતું. પહેલો બ્રેક થ્રુ 9 જુલાઈ 2025 ના રોજ પૂર્ણ થયો હતો (ADIT અને સાવલી શાફ્ટ વચ્ચેની 2.7 કિમી).
આજે બ્રેક થ્રુ સાથે, સાવલી શાફ્ટથી શિલ્ફાટામાં ટનલ પોર્ટલ સુધી 4.881 કિમી લાંબી ટનલ પૂર્ણ થઈ છે. આ ટનલ MAHSR પ્રોજેક્ટના શિલફાટા ખાતેના વાયડક્ટ સાથે જોડાશે.
NATM ટનલની ખોદકામ પહોળાઈ 12.6 મીટર છે. ટનલના બાંધકામને ઝડપી બનાવવા માટે, એક વધારાની ટનલ બનાવવામાં આવી હતી, જેનાથી ઘનસોલી અને શિલ્ફાટા બંને વિભાગોમાંથી એકસાથે ખોદકામ શક્ય બન્યું.
જયારે બાકીની 16 કિલોમીટરની ટનલનું કામ હવે TBM (ટનલ બોરિંગ મશીન) નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે. આ ટનલ 13.1 મીટર વ્યાસની સિંગલ ટ્યુબ ટનલ હશે જેમાં અપ અને ડાઉન બંને લાઇન માટે ડ્યુઅલ ટ્રેક હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે.