દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની કરાઇ જાહેરાત

રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે, રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

New Update
delhi CMM

રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે, રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ ૧૧ દિવસ પછી, હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સાથે ભાજપ સરકારની રચના થશે. આ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન, બુધવારે (૧૯ ફેબ્રુઆરી) ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા બાદ ધારાસભ્ય પક્ષના નેતાનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

પ્રવેશ વર્માને દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી માટે તેમના નામને મંજૂરી આપવામાં આવી છે.ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તા અને નાયબ મુખ્યમંત્રી પદ માટે પ્રવેશ વર્માનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમજ વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવશે.રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય છે. વર્ષ ૧૯૯૬-૯૭- તેણી DUSU ના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ રહી ચૂક્યા છે. ૨૦૦૩-૨૦૦૪ સુધી તેણીએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, દિલ્હી રાજ્યના સચિવનું પદ સંભાળ્યું. આ ઉપરાંત, 2004-2006 માં, તે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા. તેઓ ૨૦૦૭-૨૦૦૯ સુધી સતત બે વર્ષ માટે મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ, એમસીડીના અધ્યક્ષ બન્યા.

Advertisment
Latest Stories