18મી લોકસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. ભાજપને 240 બેઠક મળી,જે બહુમતીના આંકડા કરતા 32 બેઠક ઓછી છે. જો કેNDA291 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. આ સાથેNDAત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.NDAઆજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ પહેલાં મહાગઠબંધનના સાથી પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. પીએમએ બિહારના સીએમ નીતિશ કુમાર અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુને ફોન કરીને આ બેઠકમાં હાજરી આપવા કહ્યું છે. આ બેઠક દિલ્હી ખાતે 7 લોક કલ્યાણ માર્ગ વડાપ્રધાનના નિવાસ સ્થાને સાંજે 4 વાગ્યે મળશે. બિહારના સીએમ નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા નીકળી ગયા છે નીતીશNDAની બેઠકમાં ભાગ લેશે,જ્યારે તેજસ્વીINDIAગઠબંધનની બેઠકમાં ભાગ લેશે.
ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતીશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે. મંગળવારે સાંજે ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ પીએમ મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોઘન કર્યું હતું. ભાષણ આપતી વખતેPMનરેન્દ્ર મોદીએ ભાજપનું નામ 6 વખત જ્યારેNDA (ભાજપના સહયોગી)ના નામનો 8 વખત ઉલ્લેખ કર્યો હતો જ્યારેTDPચીફ એન ચંદ્રબાબુ નાયડુએ દિલ્હી જતા પહેલા વિજયવાડામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.INDIAમાં જોડાવાની સંભાવના અંગે તેમણે કહ્યું- હુંNDAમાં છું અનેNDAની બેઠકમાં જાઉં છું. ચિંતા કરવા જેવું કંઈ નથી...