/connect-gujarat/media/post_banners/8b7fa170499c54f236796cc3a5616b7cfec412d7c6954bbee1c0d1c3fddcd733.webp)
કોર્ટમાં બીઆર આંબેડકરનો ફોટો લગાવવા પર ટિપ્પણી કરતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે કોર્ટમાં માત્ર મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની મૂર્તિઓ અને તસવીરો જ લગાવી શકાય છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંત-કવિ તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે. આ માટે મદ્રાસ હાઈકોર્ટે જિલ્લા ન્યાયતંત્રને એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં તેમને હાઈકોર્ટની ફુલ કોર્ટ દ્વારા અગાઉ પસાર કરવામાં આવેલા ઠરાવોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. આ પરિપત્રમાં મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો સિવાય તમિલનાડુમાં કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય કોઈ તસવીરો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો નથી.
જિલ્લા અદાલતોને કોર્ટમાં અન્ય કોઈ ફોટોગ્રાફ જોવા મળે તો તેને દૂર કરવા પણ જણાવ્યું છે. વાત એમ છે કે ઘણા એડવોકેટ એસોસિએશને બીઆર આંબેડકરનો ફોટા લગાવવાની મંજૂરી માંગી હતી અને તેના માટે 11 એપ્રિલે મળેલી બેઠકમાં હાઈકોર્ટની પૂર્ણ બેન્ચે આવી તમામ વિનંતીઓ ફગાવી દીધી હતી. 7 જુલાઈના રોજ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્ર મુજ આ મુદ્દા પર હાઇકોર્ટ દ્વારા અગાઉ પણ ઘણી વખત વિચારણા કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંત-કવિ તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે જિલ્લા અદાલતોમાં પણ અન્ય કોઈની તસવીર લગાવવામાં આવશે નહીં