હવે બાળકના જન્મ સમયે માતા-પિતા બન્નેના ધર્મની વિગત આપવી જરૂરી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવ્યો ડ્રાફ્ટ

હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે.

New Update
હવે બાળકના જન્મ સમયે માતા-પિતા બન્નેના ધર્મની વિગત આપવી જરૂરી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવ્યો ડ્રાફ્ટ

હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે. અત્યાર સુધી બાળકના જન્મના સમયે પરિવારના ધર્મની વિગત નોંધવામાં આવતી હતી. ગૃહમંત્રાલયે આ અંગે મૉડલ રૂલ્સનો ડ્રાફ્ટ બનાવ્યો છે. ડ્રાફ્ટ રાજ્યોને પણ મોકલવામાં આવ્યો છે.પ્રસ્તાવિત ફોર્મ નંબર-1માં બાળકના પરિવારના ધર્મની સાથે સાથે એક કૉલમ વધુ જોડવામાં આવી છે જેમાં માતા-પિતાના ધર્મનો ઉલ્લેખ હશે. દત્તક લેવાની પ્રક્રિયામાં પણ ફૉર્મ નંબર-1 જરૂરી હશે. ગત વર્ષે પસાર થયેલા જન્મ-મૃત્યુ નોંધણીના કાયદા અનુસાર રાષ્ટ્રીય સ્તર પર જન્મ અને મૃત્યુની નોંધણી થશે. 1 ઑક્ટોબર 2023થી લાગુ થયેલા આ કાયદા અનુસાર જન્મ અને મૃત્યુનું ડિજિટલ રજિસ્ટ્રેશન થશે.સૂત્રો અનુસાર જન્મ રજિસ્ટ્રેશનના નવા ફોર્મ નંબર-1થી મળેલા ડેટાબેઝના આધાર પર NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર), આધારકાર્ડ, મતદારયાદી, રેશનકાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજને પણ અપડેટ કરી શકાશે. જન્મનું આ ડિજિટલ સર્ટિફિકેટ સિંગલ ડૉક્યુમેન્ટના રૂપમાં માન્ય થશે. તે કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે પણ જન્મનો માન્ય દસ્તાવેજ હશે.

Latest Stories