સરકારમાં હવે JIOની ENTRY, સરકારી કર્મચારીઓના ફોનમાં હવે વોડાફોન-આઇડિયા સર્વિસ બંધ તાત્કાલિક અસરથી ફેરફાર કરાયો

હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે.

New Update
સરકારમાં હવે JIOની ENTRY, સરકારી કર્મચારીઓના ફોનમાં હવે વોડાફોન-આઇડિયા સર્વિસ બંધ તાત્કાલિક અસરથી ફેરફાર કરાયો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જે અનુસાર હવે સરકારી કર્મચારીઓ વડોફોન-આઈડિયા કંપનીના મોબાઈલ નંબરના બદલે તેમને જીઓ નંબર જ વાપરવો પડશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા હતા. હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે. જેમાં 37.50માં મહિનાનો રેન્ટલ પર જીઓ સીયુજી પ્લાન પણ ઉપલબ્ધ છે.


પરિપત્રમાં જણાવ્યું છે કે, મે. વોડાફોન-આઈડિયા લી.ના મોબાઈલ ફોન તા.31.5.2023 સુધી બીલો સત્વરે ભરપાઈ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં પણ જણાવ્યું છે. જેનાથી MNPની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકે. રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ અમદાવાદે બીડ જીતી હતી સરકારને જીઓ સાથે કરાર થયો છે જે અંતર્ગત હવે સરકારી કર્મચારીઓને જીઓનો સિમકાર્ડ વાપરવાનો રહેશ. જો કે, અત્રે ઉલ્લેખનીય છે કે, આ જૂના સિમ કાર્ડનો નંબર જૂનો જ રહેશ. જે માટે તેઓને મેગા પોર્ટેબિલિટી કરાવવાનો રહેશે. ગુજરાત સરકારે ગત 3 નવેમ્બરના રોજ ફ્રેશ બીડ જાહેર કરી હતી જેમાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ અમદાવાદે બીડ જીતી હતી. અને જે બાબતનો 29 એપ્રિલ 2023ના રોજ એગ્રીમેન્ટ ફાઈનલ થયો હતો.

Latest Stories