New Update
/connect-gujarat/media/post_banners/f1a987f30bb4ae0548f51556b7711794ac00b55906f86e1d95bdbe2002d90c62.webp)
ભારતીયો પર વિદેશમાં હુમલાની ઘટના સમયાંતરે આવતી રહે છે. અમેરિકામાં ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો છે. લૂંટના ઇરાદે અજાણ્યા વ્યક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર હુમલો કર્યો. ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘર આંગણે જ અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. ઉજાસ ઘણા સમયથી અમેરિકામાં પરિવાર સાથે રહે છે.