ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે. આ તમામની વચ્ચે એબીપી ન્યૂઝ અને સી વોટરનો સર્વે સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 37 વર્ષોમાં એક વાર ભાજપ અને એક વાર કોંગ્રેસ સરકારનું ચલણ રહ્યું છે. અહીં જનતા દર પાંચ વર્ષમાં સરકાર બદલી નાખે છે.ઓપિનિયન પોલ અનુસાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરના કામથી મોટા ભાગના લોકો ખુશ છે. સીએમનું કામ કેવું છે, તેના જવાબમાં 38 ટકા લોકોએ સારુ કહ્યું હતું. 29 ટકા લોકોએ મુખ્યમંત્રીના કામને સરેરાશ ગણાવ્યું હતું. તો 33 ટકાએ ખરાબ ગણાવ્યું હતું. એટલે 71 ટકા લોકો મુખ્યમંત્રીના કામથી સંતુષ્ટ છે.સર્વેમાં લોકોને જ્યારે સીએમ પદની પ્રથમ પસંદને લઈને સવાલ કરવામાં આવ્યો તો, 32 ટકા લોકોએ જયરામ ઠાકુરને સૌથી સારા ગણાવ્યા હતા. 26 ટકા લોકો અનુરાગ ઠાકુરને સીએમ તરીકે જોવા માગે છે. કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહને 18 ટકા લોકો પોતાની પસંદ માને છે. તો 24 ટકા લોક અન્ય કોઈ ચહેરાના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.ઓપિનિયન પોલ મુજબ હિમાચલમાં ભાજપને 38-46 સીટો મળી શકે છે. કોંગ્રેસને 20-28 સીટો મળવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટીને 0-1 સીટથી સંતોષ માનવો પડી શકે છે. જ્યારે અન્યના ખાતામા 0-3 સીટો આવી શકે છે.ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસને 21 સીટો પર જીત મળી હતી. આમ આદમી પાર્ટીના ખાતામાં એક પણ સીટ આવી નહોતી, જ્યારે અન્યના ખાતામાં 3 સીટો ગઈ હતી
ઓપિનિયન પોલ: હિમાચલમાં ફરી એકવાર ભાજપની સરકાર, આપનું ખાતુ પણ નહીં ખુલે !
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે.
New Update