Connect Gujarat
દેશ

સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરાયો આદેશ, હલાલ સર્ટિફિકેટ ધરાવતી ચીજ વસ્તુઓ પર મુક્યો પ્રતિબંધ

સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરાયો આદેશ, હલાલ સર્ટિફિકેટ ધરાવતી ચીજ વસ્તુઓ પર મુક્યો પ્રતિબંધ
X

ઉત્તર પ્રદેશમાં તાત્કાલિક અસરથી હલાલ પ્રમાણિત ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યમાં હલાલ પ્રમાણપત્ર સાથેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . એવી ફરિયાદ મળી હતી કે કેટલીક કંપનીઓ હલાલ તરીકે પ્રમાણિત કર્યા પછી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ વેચી રહી છે. આ કોઈ ચોક્કસ પ્રોડક્ટનું વેચાણ વધારવા અને આર્થિક લાભ આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. શૈલેન્દ્ર શર્મા નામના વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. શૈલેન્દ્ર શર્માની ફરિયાદના આધારે હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ચેન્નાઈ, જમિયત ઉલેમા હિંદ હલાલ ટ્રસ્ટ દિલ્હી, હલાલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા મુંબઈ અને જમિયત ઉલેમા મહારાષ્ટ્ર મુંબઈ સહિત કેટલીક કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું કે ડેરીથી લઈને મસાલા અને સાબુ સુધીની દરેક વસ્તુ હલાલ સર્ટિફિકેટ સાથે વેચાઈ રહી છે. આ કંપનીઓ પર ગેરકાયદેસર રીતે કામ કરવાનો આરોપ હતો.

Next Story