કચ્છમાં રાતે 1 વાગ્યે ભૂકંપનો આંચકો આવતાં ગભરાટ, ખાવડા નજીક કેન્દ્રબિંદુ

કચ્છમાં રાતે 1 વાગ્યે ભૂકંપનો આંચકો આવતાં ગભરાટ, ખાવડા નજીક કેન્દ્રબિંદુ
New Update

કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી.કચ્છમાં વર્ષ 2001મા વિનાશક ભૂકંપ આવ્યો હતો જેણે કચ્છને તહેસમહેસ કરી નાખ્યુ હતું. જેમા અનેક લોકોના મોત નીપજ્યા હતા. ગામેગામ સાફ થઇ ગયા હતા.

સામાન્ય રીતે મોટી ફોલ્ટલાઈન જમીનની બહુ ઉંડે હોય છે અને 15-25 કિ.મી. ઉંડાઈએ આંચકા ઉદ્ભવતા હોય છે. કચ્છમાં 2001માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ હજુ સુધી આફ્ટર શોક આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાત્રે ફરી ધરા ધ્રુજી હતી જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે. 

#Kutch #India #Khawda #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article